ભારતીય રિઝર્વ બેંકની કાર્યવાહી બાદથી Paytm Payment Bankમાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. આ વચ્ચે હવે પેટીએમ પેમેન્ટ બેંકના ચેરમેન પદેથી વિજય શેખર શર્માએ રાજીનામું આપી દીધું છે. આ સાથે જ વિજય શેખર શર્માએ પેટીએમ પેમેન્ટ્સ બેંકના બોર્ડથી પણ રાજીનામું આપી દીધું છે.