ગુજરાતમાં મુખ્યમંત્રી રૂપાણીનું રાજીનામું પડ્યું હોવાની અફવા સામે આવી છે. મુખ્યમંત્રી રૂપાણી પોતાના મંત્રી મંડળ સાથે રાજ્યપાલની મુલાકાતે ગયા હતા. આ મુલાકાત સમાપ્ત કરી અને તેઓ પરત આવ્યા છે. આ મુલાકાત પહેલાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અકિલા ન્યૂઝ પેપરને પોતે મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું છે. ગુજરાતમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે આ સ્થિતિમાં મુખ્યમંત્રી રૂપાણીએ રાજીનામું આપ્યું હોવાની અટકળો સામે આવી છે. આ અંગે મુખ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે મેં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજીનામું આપ્યું છે. હું આગામી સમયમાં વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષના નેજા હેઠળ કામ કરતો રહીશ. વિજય રૂપાણીએ જણાવ્યું કે અમારી પાર્ટીમાં કાર્યકર્તાઓને અલગ અલગ સમયે અલગ અલગ જવાબદારી મળે છે. મને પાંચ વર્ષ માટે જવાબદારી આપી હતી તે મોટો સમય છે.