અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરાએ પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું કે, લોકડાઉન ખુલે તો પણ માસ્ક પહેરવું ફરજીયાત છે. સેનિટાઈઝરનો ઉપયોગ પણ જીવનનો ભાગ છે. યુવાનો અને સ્વસ્થ લોકો કોરોનાને આરામથી માત આપી રહ્યા છે. જ્યારે ગંભીર રોગથી પીડિતા લોકોએ બહાર નિકળવું નહી તેવી અપીલ કરવામાં આવી છે. વૃદ્ધ અને ગંભીર બિમારીવાળા લોકો માટે કોરોના બની ઘાતક બની રહ્યો છે. વિજય નેહરાએ જણાવ્યું કે હવે આઠ દિવસમાં કેસ ડબલ થઈ શકે છે. લોકડાઉનનો સીધો ફાયદો મળી રહ્યો છે. અત્યાર સુધીમાં 22 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવ્યા છે. SVP હોસ્પિટલમાં 642 એક્ટિવ કેસ અને 150 શંકાસ્પદ છે. આમ SVP હોસ્પિટલની ક્ષમતા લગભગ પૂર્ણ થઈ ગઈ છે. હવે નવા દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે.