અમદાવાદમાં કોરોનાના કેસના અપડેટ્સ અંગે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ ઓનલાઈન પ્રેસ બ્રિફિંગમાં જણાવ્યું કે, હાલ કોરોનાની કોઈ દવા કે વેક્સીનેશન નથી, જે પોઝિટિવ થાય તેઓની સારામાં સારી કેર થાય તે જરૂરી છે. આ ઉપરાંત, વહેમ કે આશંકા માટે ટેસ્ટિંગ કરવાની જોગવાઈ નથી. ફક્ત જે લોકો સંપર્કમાં આવ્યા છે અને તેનામાં લક્ષણ જોવા મળે તો જ ટેસ્ટિંગ કરવામાં આવશે. સંપર્કમાં આવેલા વ્યક્તિએ 7 દિવસ હોમ ક્વોરન્ટીન થવાનું છે. ત્યાર બાદ તેનામાં જો કોઈ લક્ષણો જોવા મળે તો ટેસ્ટિંગ કરવામાં આવશે.
સાથે જ નહેરાએ શહેરમાં ખાનગી પ્રેક્ટિસ કરતા તબીબોને અપીલ કરી હતી કે, અમદાવાદમાં પ્રાઈવેટ ક્લિનક, પ્રાઈવેટ ડોક્ટર્સ તાત્કાલિક અસરથી તેમની હોસ્પિટલ અને ક્લિનિક શરૂ કરે. જેથી નાગરિકોને આરોગ્યને લગતી અન્ય સેવાઓ મળી રહે.