લંડનની મેજિસ્ટ્રેટ કોર્ટમાં ભારતના ભાગેડુ કૌભાંડી વિજય માલ્યાના પ્રત્યાપર્ણ કેસની સુનાવણી યોજાઈ હતી. કોર્ટે ભારતીય અધિકારીઓએ આપેલા દસ્તાવેજી પુરાવાઓનો સ્વીકાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, ભારતના ઉદ્યોગપતિ વિજ્ય માલ્યા બેંકોના નવ હજાર કરોડ રૂપિયા લઈને ફરાર છે. વિજય માલ્યા માર્ચ 2016થી ભારત છોડીને વિદેશમાં છે. ઈંગ્લેન્ડમાં વેસ્ટ મિનિસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટમાં ભારતના અનુરોધ ઉપર ચાલી રહેલો કેસ અંતિમ ચરણમાં છે.