ઉત્તરપ્રદેશ પોલીસ ફરી વિવાદમાં આવી છે. ઉત્તરપ્રદેશના ઉન્નાવ જિલ્લામાં આયોજીત એક કાર્યક્રમમાં તૈનાત પોલીસ કર્મચારીએ કાર્યક્રમમાં આવેલી ડાન્સરો પર નોટોનો વરસાદ કર્યો હતો. ડાન્સર પર નોટો ઉડાવતો આ વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો વાયરલ થઇ રહ્યો છે. જોકે, આ મામલે પોલીસ વિભાગને જાણકારી મળ્યા બાદ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરી દીધો છે.