મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને તેમનાં પત્ની અમૃતા ફડણવીસનો એક વીડિયો વાયરલ થતાં વિપક્ષે હોબાળો મચાવ્યો છે. ‘મુંબઈ રિવર ઍન્થમ’ આલબમમાં ગાયક સોનુ નિગમના ગીત પર તેઓ તેમને અભિનય અને ડાન્સ કરતાં જોવા મળે છે. જેમાં મુંબઈની ચાર નદીઓ પોઇસર, દહિસર, ઓશિવરા અને મીઠી નદીને બચાવવા માટે 4થી માર્ચે હાજર રહેવાનો મેસેજ આપવામાં આવ્યો છે.