ટ્રાફિકના નવા નિયમો બાદ સામાન્ય લોકો અને ટ્રાફિક પોલીસ વચ્ચે અવાર નવાર બોલાચાલી સાથે ઘર્ષણના કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે આવો જ વધુ એક કિસ્સો સુરત શહેરના ડભોલી વિસ્તારમાં જોવા મળ્યો હતો.
સુરતના ડભોલી વિસ્તારમાં પોતાના બાળકોને સ્કૂલ (school)મૂકવા જતી મહિલાને ડભોલી ચાર રસ્તા પાસે ટ્રાફિક પોલીસએ અટકાવી હતી અને હેલ્મેટ અને લાઇસન્સ વગેરે કાગળો માંગ્યા હતા દરમ્યાન મહિલા પાસે પૂરતા કાગળો ન હતા અને પોતે નજીકમાં જ રહેતા હોવાનું અને પુરાવા લાવી આપવાનું કહેતા ટ્રાફિક પોલીસકર્મી ગુસ્સે થયો હતો. અને મહિલાને ગાળો પણ આપી હોવાના મહિલાએ આક્ષેપ કર્યા હતા.
જોકે ઘટના પગલે થોડા સમય માટે ઘર્ષણના દ્રસ્ય પણ સર્જાયા હતા. જોકે મામલો વધુ બિચકતા રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ દરમિયાન ઘટનાની જાણકારી મળતા નજીકના પોલીસ સ્ટેશનનો સ્ટાફ દોડી જઈને મામલો થાળે પડ્યો હતો.