મોહાલીમાં એક યુનિવર્સિટીમાં મોડી રાતે હડકંપ મચી ગયો હતો જ્યારે એક વિદ્યાર્થિનીએ બીજી વિદ્યાર્થીનીનો નહાતી હોવાનો વીડિયો બનાવીને ઈન્ટરનેટ પર વાયરલ કરી દીધો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ હોસ્ટેલની 8 વિદ્યાર્થીનીઓએ આત્મહત્યા કરવાનો પણ પ્રયત્ન કર્યો છે. યુનિવર્સિટીના ગેટ નંબર 2 પર વિદ્યાર્થીઓએ હંગામો કર્યો હતો. અનેક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ભેગા થઈ ખૂબ જ સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદ પોલીસના આવ્યા બાદ વિદ્યાર્થીઓ શાંત થયા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે આત્મહત્યાનો પ્રયત્ન કરનાર વિદ્યાર્થીનીઓમાંથી એકની હાલત ગંભીર છે.