વિધાનસભાની પેટા ચુંટણીની મતગણતરીમાં ભાજપ તમામ 8 બેઠકો પર આગળ છે ત્યારે ભાજપમાં દિવાળી પહેલા દિવાળી જેવી સ્થિતિ છે. પરિણામોમાં કોંગ્રેસ પાછળ રહી જતાં તેની અસર કોંગ્રેસ કાર્યલયો પર પણ દેખાઈ હતી. જ્યારે કમલમ ખાતે ઉજવણી શરુ થઈ ચુકી છે. જેમ જેમ પરિણામો આવી રહ્યા છે તેમ તેમ કમલમ ખાતે કાર્યકરોની ભીડ એકઠી થવા લાગી હતી. કમલમ ખાતે ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો અને અહીં બહેનોએ ઢોલના તાલે ગરબા પણ કર્યા હતા. કમલમ ખાતે ઉજવણીના માહોલ વચ્ચે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ પહોંચશે.