વર્ષ ૨૦૦૧માં ગુજરાતમાં ભયાનક ભૂકંપ આવ્યો હતો. અમદાવાદમાં માનસી ટાવર, શિખર ટાવર અને સ્વામિનારાયણ સ્કૂલમાં સૌથી વધુ જાનહાનિ થઈ હતી. ઘોડાસરની સ્વામિનારાયણ સ્કૂલમાં ૩૨ બાળકો દટાઈ મર્યા હતા. આ ઘટનાને ૧૭ વર્ષ જેવો લાંબો સમય વિત્યા પછી હવે છેક કોર્ટ કેસો ચાલવા શરૂ થયા છે. મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ ૩૨ અને ગ્રામ્ય કોર્ટમાં ૧૧ જેટલા કેસો પડતર છે. ગત ૨૬મી જાન્યુઆરી ૨૦૦૧ના રોજ સવારે ૮.૦૫ વાગે આવેલા વિનાશકારી ભૂકંપમાં અમદાવાદમાં ૬૧ મકાનો ધરાશાયી થતા ૭૫૨ લોકોના મોત નીપજ્યા હતા. નાગરિકોને વિશ્વાસ છે કે ન્યાયતંત્ર પૂરો ન્યાય કરશે.