જાન્યુઆરી 2017માં સામે આવેલી નલિયા સામૂહિક દુષ્કર્મ કાંડની ઘટનાને એક વર્ષથી વધુ સમય વીતી ગયા બાદ શુક્રવારે બંધ બારણે સુનાવણી થઇ હતી. આ કેસ સંવેદનશીલ હોવાથી બપોરે પીડિતા કોર્ટ રૂમમાં હાજર થતાં જ ત્યાંના દ્વાર બંધ કરાયા હતા. સેસન્સ કોર્ટના જજ એલ. જી. ચુડાસમા સમક્ષ ફરિયાદી પીડિતા અને આરોપીઓ રજૂ થયા હતા. વકીલોની દલીલો સાથે સુનાવણીનો આરંભ થયો હતો.