ભારતના હલકા કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ ફાઈટર (india Air Force)જેટથી દુનિયા ખુબ જ પ્રભાવિત છે. ભારતની ત્રણેય સેનાઓના ઉપ-પ્રમુખોએ પણ આજે તેમાં ઉડાન ભરી હતી. સેનાના લેફ્ટનન્ટ જનરલ એનએસ રાજા સુબ્રમણિ, વાયુસેનાના એર માર્શલ એપી સિંહ અને નૌકાદળના વાઈસ એડમિરલ કૃષ્ણા સ્વામીનાથને તેજસ(Tejas) ફાઈટર જેટમાં ઉડાન ભરી હતી.