વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને તેમજ દેશ-વિદેશના મહાનુભાવોની ઉપસ્થિતિમાં 10મી જાન્યુઆરી 2024ના રોજ 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો શુભારંભ થવા જઈ રહ્યો છે. ત્યારે સૌને આકર્ષવા અને આવકારવા ગાંધીનગર સંપૂર્ણ સજ્જ બન્યું છે. આજે સવારે પીએમ મોદી તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ ગાંધીનગર મહાત્મા મંદિર પહોંચ્યા છે. પીએમ મોદી આજે વિશ્વના નેતાઓ સાથે બેઠક કરશે. આ સાથે ટોચની વૈશ્વિક કંપનીઓનાં સીઇઓ સાથે બેઠક યોજશે.