વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે અને આજે બે દિવસ ચાલનારા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું ઉદ્ધાટન કરશે. આ વર્ષે આ સમિટની થીમ ગેટવે ટુ ફ્યુચર છે જેમાં 34 દેશો અને 16 સંસ્થાઓ ભાગ લઈ રહી છે.
આ સમિટમાં ભાગ લેવા માટે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, સન ફાર્માના દિલિપ સંઘવી સહિત દેશ વિદેશના અનેક ઉદ્યોગપતિ, નેતા, વિવિધ ડેલિગેશન મહાત્મા મંદિરે પહોંચ્યા છે. બે દિવસ સુધી ચાલનારા આ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 માટે ગાંધીનગરના મહાત્મા મંદિરના કન્વેન્શન હોલમાં ગ્લોબલ સીઇઓ, બિઝનેસ પ્રતિનિધિમંડળા, રાજદ્વારીઓ, વીઆઈપી મહાનુભાવો સહિત 25 હજારથી વધુ ડેલિગેટ્સ ઉપસ્થિત રહેશે.