દશમી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઈન્વેસ્ટર્સ સમિટનો આજથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પ્રારંભ થશે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટના પ્રથમ દિવસે ઉદ્ધાટન સત્ર ઉપરાંત વિવિધ સેમિનાર અને બિઝનેશ ટુ બિઝનેશ મિટીગ, વિવિધ દેશ અને રાજ્યોના સેમિનાર યોજાશે.
ખાસ કરીને આજના વાઈબ્રન્ટ ગુજરાત સમિટના ઉદ્ધાટન સત્ર બાદ, એરક્રાફ્ટ એનસિલરી મેન્યુફેકચરીગ ક્ષેત્રે તક અંગેનો સેમિનાર યોજાશે. આ ઉપરાંત ધોલેરા સ્માર્ટ બિઝનેસિસ માટે ગ્રીન ફિલ્ડ સ્માર્ટ સિટી અંગેનો પણ મહત્વપૂર્ણ સેમિનાર યોજશે.