અનામતના એક મામલાની સુનાવણી કરી રહેલી સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જે પણ લોકોએ અનામતનો લાભ લઇ લીધો હોય તેઓએ હવે અન્ય અતી પછાત લોકો માટે જગ્યા કરવી જોઇએ અને પોતે સધ્ધર થઇ ગયા હોય તો અનામતમાંથી બહાર નિકળી જવું જોઇએ. પંજાબના એક કેસમાં સુપ્રીમના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડની આગેવાનીમાં સાત ન્યાયાધીશોની બંધારણીય બેંચ દ્વારા સુનાવણી ચાલી રહી છે. જે દરમિયાન આ ટિપ્પણી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો હતો કે જે લોકો અનામતનો લાભ લઇને સમૃદ્ધ થઇ ગયા છે અને આર્થિક રીતે આગળ આવી ગયા છે તેઓને અનામતમાંથી બહાર કેમ ના કરી શકાય?