અમદાવાદમાં રામનવમીના અવસરે રવિવારે (6 એપ્રિલ) બાપુનગર વિસ્તારમાં VHP (વિશ્વ હિન્દુ પરિષદ) દ્વારા આયોજિત શોભાયાત્રા દરમિયાન 'લવ જેહાદ' થીમ પર પોસ્ટર સાથેની રેલીનો વાંધો ઉઠાવતા વિવાદ થયો હતો. પોલીસે વિવાદાસ્પદ થીમ પર સરઘસને આગળ વધવાની પરવાનગી આપવાનો ઈનકાર કરતાં વિવાદ વકર્યો હતો.