હરિયાણાના નૂહમાં સોમવારથી શરૂ થનારી વિશ્વ હિન્દુ પરિષદની યાત્રા હવે પ્રતિકાત્મક રહેશે. આ યાત્રા પહેલા પણ નૂહ અને આસપાસના વિસ્તારોમાં તણાવ હતો અને મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા હતા. પરંતુ હવે VHPએ જાહેરાત કરી છે કે સરકારને પડી રહેલી સમસ્યાઓ અને G-20ના કારણે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમે યાત્રાને પ્રતીકાત્મક રાખવાની વાત કરી છે.