-
કહેવાય છે ને કે સમય સમય બલવાન નહીં બલવાન ઇન્સાન, કાબે અર્જુન લૂંટિયો વહી ધનુષ વહી બાણ. અર્જુન વીર બાણાવળી હતો. મહાભારતના યુધ્ધમાં પાંડવોની જીતમાં તેનો સિંહ ફાળો હતો. યુધ્ધમાં ભલભલા શૂરવીરોને હરાવનાર અર્જૂન જ્યારે એક સમયે યાદવ કુળના એક સમુદાયને લઇને જંગલમાંથી નિકળ્યા ત્યારે તેમની પાસે એ જ ધનુષ્ય અને એ જ બાણ હોવા છતાં લૂંટારાઓ યાદવોને લૂંટી ગયા હતા. બળવાન અર્જૂન કાંઇ કરી શક્યો નહોતો. એવી જ હાલત હાલમાં ફાયરબ્રાન્ડ(?) હિન્દુ નેતા ડો. પ્રવીણ તોગડિયાની તેમના મિત્ર-સાથી-સખા એવા હિન્દુ વડાપ્રધાનના ન્યૂ ઇન્ડિયા માં થઇ રહી છે.
ડો. તોગડિયા હજારો અને લાખોની જનમેદનીમાં જ્યારે આગ ઝરતી વાણીમાં હિન્દુ અને હિન્દુ ધરમ ખતરે મેં હૈ...નો રણ ટંકાર કરતા ત્યારે ઘણાને એમ લાગતું કે તોગડિયા મુસ્લિમોની વિરૂધ્ધ આટલું બોલે છે તો કોઇ આતંકવાદી તેમને ઉડાવી દેશે. તેમની જાન પર સતત ખતરો રહેતો. તેમને સુરક્ષા પણ આપવામાં આવી હતી. એવા આ નેતાને આજે એવું કહેવું પડ્યું છે કે તેમનું એન્કાઉન્ટર થવાની શક્યતા છે....!!! તેમણે કોઇ આતંકી સંગઠનનું નામ લીધુ નથી. તેમણે નામ જાહેર નહીં કરીને સમજદાર કો ઇશારા કાફીની જેમ ઘણું કહી દીધુ. 2014માં સત્તા પરિવર્તન પછી તેમની સુરક્ષામાંથી સ્ટાફ ઓછો કરાયો. કારણ? તોગડિયાથી વધારે બીજુ કોણ કહી શકે ? 2014...2015....2016...અને 2017 પૂરૂ થયા પછી 2018ના નવા વર્ષમાં તોગડિયા રડી પડ્યા. એટલા માટે નહીં કે અયોધ્યામાં રામ મંદિરનું કામ શરૂ થઇ ગયું..., એટલા માટે નહીં કે કલમ 370 દૂર થઇ...., એટલા માટે નહીં કે કાશ્મીરી પંડિતોની ઘર વાપસી થઇ...., એટલા માટે નહીં કે જે ભારત જે ખેતી પર નભે છે તે જગતના તાતની આવક વધી અને ભારત સોને કી ચિડિયા બની ગયું...ના. એવું કાંઇ ના થયું.
ઉલ્ટાનું શું થયું.....તોગડિયા ઉવાચ- હું રામ મંદિરની વાત કરૂ છું તો મને હેરાન કરાય છે......હું કલમ 370 દૂર કરવાનું વચન યાદ અપાવું છું તો મારી સામે આઇપીસીની કલમો હેઠળ વોરંટ નિકળે છે....હું કાશ્મીરી પંડિતોના ઘર વાપસીની માંગ કરૂ છું તો ભાજપ મહેબુબાની સાથે બેસી જાય છે... અને આ બધુ મને કહેતા રોકવા કેન્દ્રીય આઇબી મારી પાછળ પડી ગઇ છે, બીજા રાજ્યની પોલીસ મારૂ એન્કાઉન્ટર કરી નાંખશે, મને હેરાન કરાય છે.....આ શબ્દો કહેતા કહેતા આગ ઝરતી વાણી વાળા નેતાની આંખમાંથી ટપક...ટપક... આંસુ નિકળી આવે છે....!!!
સવાલ એ છે કે જો આવા શૂરવીર,બહાદૂર અને વીએચપીના એક સમયના સુપ્રિમો અશોક સિંઘલ દ્વારા જેમને માથે તિલક લગાવીને હિન્દુ ધર્મની રક્ષા અને સુરક્ષા માટે રાષ્ટ્રને અર્પણ કરાયા તે તોગડિયા વ્યવસાયે તબીબ અને ધીકતી પ્રેક્ટીસ છોડીને રાષ્ટ્ર માટે નિકળેલાની જો સમય જતાં આવી બેહાલી, દુર્દશા,બેબસી. મજબૂરી-લાચારી અને જીવ બચાવવા( આમ તો પોલીસથી બચવા) આવું બધુ કરવું પડે તો તે કોના માટે શરમજનક? પોલીસવાળાઓ માટે? સરકાર માટે ? કે પછી ખુદ તોગડિયા માટે?
માટે હે , પાર્થ, સોરી......સોરી ...... હે, તોગડિયાજી, ગોળ ગોળ ચકરડીની જેમ બોલવાને બદલે સામી છાતીએ આવીને જે કાંઇ હકીકત હોય તે જાહેર કરો. જો તમે જ હથિયાર હેઠા મૂકી દેશો તો અમે સમજીશું કે કાબે તોગડિયા લૂંટીયો....વહી ત્રિશૂલ વહી બાણ....જય શ્રી રામ....!!!!