ગુજરાતના જાણીતા પત્રકાર અને કટાર લેખક કાંતિ ભટ્ટનું 88 વર્ષે નિધન થયું છે. મુંબઈમાં કાંદિવલી ખાતે રહેતા કાંતિ ભટ્ટ મૂળ ભાવનગર જિલ્લાના ઝાંઝમેર ગામના વતની હતા. થોડા દિવસ પહેલા જ તેમણે પોતાનો જન્મદિવસ ધામધૂમથી ઉજવ્યો હતો.
૧૯૫૨માં તેમણે વડોદરાની મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાંથી વાણિજ્યના સ્નાતકની પદવી મેળવી હતી. ભાવનગર નગરપાલિકામાં એમણે થોડો સમય કામ કર્યું. બિમારીને કારણે તેઓ મહારાષ્ટ્રના ઉરુલી કાંચનના નિસર્ગોપચાર કેન્દ્રમાં જોડાયા થયા.
૧૯૬૭માં મુંબઈમાં તેમણે જન્મભૂમિ ગ્રુપના ‘વ્યાપાર’માં જોડાઈને પત્રકાર તરીકેની એમની કારકિર્દીનો આરંભ કર્યો હતો. ત્યારબાદ તેમણે ચિત્રલેખા, મુંબઈ સમાચાર, જનશક્તિ, સંદેશ, યુવા દર્શન, જનસત્તા જેવા વિવિધ સામયિકો અને પ્રકાશનો સાથે કામ કર્યું હતું. ૧૯૭૭માં તેમણે કેન્યામાં પણ થોડો સમય કામ કર્યું. તેઓ સંશોધન પત્રકારત્વ માટે જાણીતા હતા.