કોલકાતામાં તાલીમાર્થી ડૉક્ટરની બળાત્કાર-હત્યા બાદ મમતા સરકાર ચારે બાજુથી ઘેરાયેલી છે, ત્યારે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ કલ્યાણ બેનર્જીનું એક નિવેદન ભારે ચર્ચાસ્પદ બન્યું છે. આ ટીએમસી સાંસદે પ્રદર્શનકારી જૂનિયર ડોક્ટરોને ધમકી આપતા કહ્યું હતું કે આ પ્રદર્શનકારીઓ ડોક્ટર બનવા યોગ્ય નથી. ડોક્ટરો ક્યારેય દર્દીઓનો જીવ જોખમમાં ન મૂકે. આ જૂનિયર ડોક્ટરોને સરકાર પરીક્ષા આપવા નહીં દે. આ નિવેદનથી હોબાળો થયો છે. બંગાળમાં પ્રદર્શન કરી રહેલાં જૂનિયર ડોક્ટરોની છેલ્લી પરીક્ષા બાકી છે. ભાજપે આ ધમકી આપવા બદલ કલ્યાણ બેનર્જીની ટીકા કરી હતી.