ગુજરાત સમાચારના વરિષ્ઠ પત્રકાર-સંપાદક શ્રી મહેશ ઠાકરનું ૧૧ જૂલાઈના રોજ ૮૮ વર્ષની વયે અવસાન થયું છે. મહેશ ઠાકર ૧૯૫૪ માં ‘ગુજરાત સમાચાર'માં પત્રકાર તરીકે જોડાયા હતા અને પચાસ વર્ષની સુદીર્ઘ કારકિર્દી પછી ૨૦૦૪ માં અસ્વસ્થ તબિયતના કારણે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી. આ વર્ષો દરમિયાન તેમણે તંત્રી વિભાગ, સમાચાર સંપાદન, મેગેઝિન સંપાદન એમ અનેકવિધ વિભાગોમાં કામગીરી સંભાળી હતી અને સ્વતંત્ર લેખક તરીકે તંત્રીલેખ, પ્રસંગપટ, રવિ પૂર્તિમાં ‘વિશેષ’ તથા બુધવારની શતદલ પૂર્તિમાં ‘પેનોરમા’ શીર્ષક હેઠળ સાંપ્રત પ્રવાહો તથા સામાજિક-રાજકીય ઘટનાઓ ઉપર સંખ્યાબંધ અભ્યાસલેખો લખ્યા હતા. તાલીમી પત્રકારો તથા પત્રકારત્વના વિદ્યાર્થીઓને તેમણે અવારનવાર માગદર્શન આપ્યું હતું.