દેશભરમાં શોકની લહેર છવાઈ ગઈ છે. ભારતના દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન બુધવારની સાંજે થઈ ગયું. તેમણે મુંબઈની બ્રીચ કૈંડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. રતન ટાટા 86 વર્ષના હતા. છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત લથડી હતી. તેમનું બ્લડ પ્રેશર અચાનક ઘટી જતા તેમને મુંબઈની બ્રીચ કૈંડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. બાદમાં તેમની તબીયત અચાનક બગડ્યા બાદ તેમને ICUમાં ટ્રાન્સફર કરી દેવાયા હતા, જ્યાં તેમનું નિધન થઈ ગયું.
ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરને કહ્યું કે, 'અમે રતન નવલ ટાટાને ખુબ દુઃખ સાથે વિદાઈ આપી રહ્યા છે, તેઓ હકિકતમાં એક અસાધારણ નેતા હતા, જેના અતુલનીય યોગદાનને ન માત્ર ટાટા ગ્રુપ પરંતુ આપણા રાષ્ટ્રના માળખાંને પણ આકાર આપ્યો છે.' રતન ટાટાના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિત અનેક નેતાઓ અને ઉદ્યોગપતિઓએ શોક વ્યક્ત કર્યો છે.