ગુજરાતના જાણીતા હાસ્ય લેખક વિનોદ ભટ્ટનું 80 વર્ષની વયે 23 મે ના રોજ નિધન થયું હતું. તેમની ઈચ્છા અનુસાર તેમના અંતિમસંસ્કાર કરવાને બદલે વાજતે-ગાજતે બેન્ડવાજા સાથે દેહદાન કરવામાં આવ્યું હતું. તેમના દેહદાન સમયે ગુજરાત સાહિત્ય જગતના અગ્રણીઓ હાજર રહ્યાં હતાં. વડાપ્રધાન મોદી, મુખ્યમંત્રી રૂપાણી સહિતના મહાનુભાવોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પી હતી.