અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામમાં રાજકીય નેતાઓ અને દક્ષિણ ઝોનના અધિકારીઓ દ્વારા કેવી રીતે કટકી લેવાઇ રહી છે તેનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો ભાજપનાં ઇસનપુરનાં કોર્પોરેટર પુલકિત વ્યાસનો છે. તે બીનઅધિકૃત બાંધકામ ન તોડવા માટે રૂપિયા લઇ રહ્યો હતો. ત્યારે કેમેરામાં કેદ થઇ ગયો અને તેનો આખો વિડીયો હાલમાં વાયરલ થઇ રહ્યો છે.અમદાવાદના રાજકારણમાં ચર્ચાનો વિષય બન્યો હતો. તે બાબતને ધ્યાનમાં લઈને શહેર ભાજપે તેઓને સસ્પેન્ડ કર્યા છે તેવું એક અખબાર યાદીમાં જણાવ્યું હતું.