લોકસભાની ચૂંટણી હેલા કોંગ્રેસ પાર્ટીને એક પછી એક મોટા દિગ્ગજ નેતાઓ છોડીને જોઈ રહ્યા છે ત્યારે મધ્યપ્રદેશ કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ અધ્યક્ષ સુરેશ પચૌરી આજે ભાજપમાં જોડાઈ રહ્યા છે. કોંગ્રેસ સરકારમાં તેમણે અનેક મંત્રાલયોના કેન્દ્રીય રાજ્ય મંત્રીની જવાબદારીઓ સંભાળી છે અને સતત ચાર વખત રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ભોપાલમાં BJP ઓફિસમાં સુરેશ પચૌરીનું સ્વાગત કર્યું હતું.