વેસ્પાએ પોતાનું પ્રથમ ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે. જોકે તેની કિંમત પ્રમાણમાં વધારે છે. આ સ્કૂટરની કિંમત 7360 ડોલર એટલે કે 5.43 લાખ રૂપિયા છે. જે અલ્ટો અને ક્વિડ જ નહીં પરંતુ સ્વિફ્ટ કરતા પણ મોઘું છે. અલ્ટો, ક્વિડ જેવી કારની કિંમત 3 લાખની અંદર જ્યારે મારુતિ સ્વિફ્ટની 4.99 લાખ તથા મારુતિ બલેનોની કિંમત 5.38 લાખ રૂપિયાની આસપાસ છે.
ટીઝર અને જાહેરાત બાદ વેસ્પા ઇલેટ્રિકાનુ પ્રોડક્શન સપ્ટેમ્બર મહિનાથી શરૂ કરવામાં આવ્યું છે. આ સ્કૂટરને વિશ્વના 19 દેશોમાં વેચાણ અર્થે મુકવામાં આવશે.
સ્કૂટરમાં આધુનિક લિથિયમ ઇઓન બેટરી અને એફિશિયન્ટ કાઇનેટિક એનર્જી રિકવરી સિસ્ટમ આપવામાં આવી છે. જે બેટરીને ડિક્લેરેશન દરમિયાન ચાર્જ કરે છે. સ્કૂટર ચાર કલાકમાં ફુલ ચાર્જ થઇ જાય છે. સ્કૂટરને એક સામાન્ય પ્લગથી એટલેક કે સામાન્ય ઇલેક્ટ્રિક વોલ સોકેટથી ચાર્જ કરી શકો છો.
વેસ્પ્ના આ સ્કૂટરને એકવાર ચાર્જ કર્યા બાદ તે વધુમાં વધુ 100km સુધી દોડી શકે છે. સ્કૂટરમાં 4-kWની એલેક્ટ્રિક મોટર આપવામાં આવી છે. સ્કૂટરની બોડી પર અમુક ઇલેક્ટ્રિક બ્લૂ એક્સેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.