વિશ્વ આરોગ્ય સંસ્થાએ મંગળવારે કોરોના વાયરસ સામેની લડત પ્રત્યે ભારત સરકારની ત્વરિત કામગીરીની પ્રશંસા કરી છે. ભારતમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રતિનિધિ હેંક બેકેડમેએ કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ની સાથે કોરોના વાયરસને લઈને બેઠક કરી હતી. બેઠક બાદ તેમણે ભારતની કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું કે, વડાપ્રધાન કાર્યાલયની કામગીરી ખૂબ જ પ્રભાવશાળી રહી છે. જેને કારણે ભારતની સ્થિતિ હાલ સારી છે. હું એ વાતથી ખૂબ જ પ્રભાવિત છું કે તમામ સંક્રમિત લોકોને ભેગા કરી લેવામાં આવ્યા છે.