રાજ્યમાં ગઈકાલે વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો અને અનેક તાલુકાઓમાં ભારે વરસાદ વરસ્યો હતો. આ દરમિયાન કેટલીક જગ્યાએ વરસાદની સાથે કરા પડ્યા હતા. આ વચ્ચા હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી 24 કલાક હજુ પણ ભારે રહેશે અને સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે.