1લી જૂનથી 12 અંકોનો આધાર નંબર કોઈને આપવાની જરૂર નહીં રહે. તેના બદલે એક વર્ચુઅલ નંબર જનરેટ કરી શકશો, જેના દ્વારા તમે કોઈપણ પ્રકારનું સરકારી વેરિફિકેશન કરી શકશો. આધાર નંબર જારી કરનારી સંસ્થા UIDAIએ વર્ચુઅલ આઈડી (VID) બનાવવા માટે બીટા સંસ્કરણ લોન્ચ કરી દીધું છે. 1લી જૂન 2018થી કોઈપણ પ્રકારની સેવા આપનારી સંસ્થાઓ આધાર નંબરની જગ્યાએ આ વીઆઈડીનો સ્વીકાર કરશે.