રામ રાજ્ય અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામલલ્લાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે. જેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ મહોત્સવને લઈને આમંત્રણ પત્રિકાઓની વહેંચણી પણ શરૂ થઈ છે.તો આ ઐતિહાસિક મહોત્સવ પહેલા વિવિધ સંગઠનો દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.
22 જાન્યુઆરીના દિવસે ભવ્ય અને દિવ્ય રામમંદિરમાં રામલલ્લા બિરાજમાન થશે. તે પહેલા અયોધ્યાથી અક્ષત કળશ અમદાવાદ પહોંચ્યા છે, ત્યારે શહેરના બોપલ વોર્ડમાં દરેક સોસાયટી બહાર અક્ષત કળશનું પૂજન કરવામાં આવ્યું હતું. આ રામ મંદિર કળશ યાત્રા 30 ડિસેમ્બર સુધી ચાલશે. જે બાદ ઘરે ઘરે જઈને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ લોકોને પ્રતિષ્ઠા મહોત્સવ સમયે દિવા પ્રગટાવી દીવાળીની જેમ ઉજવણી કરવા અપીલ કરશે.