શહેરમાં વરસાદ ભલે રોકાઈ ગયો હોય, પરંતુ શહેરમાંથી હજુય પાણી નથી ઓસર્યા. સમગ્ર શહેર હાલ પાણીમાં ગરકાવ છે, ત્યારે નીચાણવાળા વિસ્તારોની હાલત તો કલ્પના પણ ન કરી શકાય તેવી કફોડી છે. વડોદરાવાસીઓની વરસાદ બાદની સ્થિતિ દર્શાવતી એક તસવીર હાલ ખાસ્સી ચર્ચાનું
કેન્દ્ર બની છે, જેમાં દોઢ માસના એક બાળકને ટોપલામાં લઈ તેના પિતા માથે ઉંચકીને નીકળ્યા હતા. ખભા સુધી ભરાયેલા વરસાદી પાણીમાં પોતાના બાળકને બચાવવા માથા પર ઉંચકીને લઈ જઈ રહેલા આ પિતાની તસવીર વડોદરાની સ્થિતિની ગંભીરતાનો ચિતાર આપી રહી છે. વાસુદેવ બનેલા આ પિતાની લોકો સરાહના કરી રહ્યા છે.