ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવાની જાહેરાત બાદ હવે ખેડૂતો સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે કે, MSP(મિનિમમ સપોર્ટ પ્રાઈસ)ને લગતો કાયદો બનાવવામાં આવે.
હવે ભાજપના સાંસદ વરુણ ગાંધી પણ ખેડૂતોની આ માંગણીનુ સમર્થન કરી રહ્યા છે અને તેમણે પીએમ મોદીને પત્ર લખ્યો છે.તેમણે પત્રમાં કહ્યુ છે કે કૃષિ કાયદા પાછા ખેંચાની ઘોષણાનુ હું સ્વાગત કરુ છુ અને મારી વિનંતી છે કે, MSP પર પણ નિર્ણય લેવાવો જોઈએ .જેથી ખેડૂતો આંદોલન સમાપ્ત કરીને ઘરે પાછા ફરે.આ આંદોલનમાં અત્યાર સુધી 700 ખેડૂતોના મોત થયા છે.
પત્રમાં વરુણે કહ્યુ છે કે, જેમના મોત થયા છે તેવા ખેડૂતોને એક-એક કરોડ રુપિયા ચુકવવામાં આવે.ઉપરાંત લખીમપુર ખીરી હિંસામાં માર્યા ગયેલા ખેડૂતોને ન્યાય અપાવવા માટે સરકાર કેન્દ્રીય મંત્રી પર કાર્યવાહી કરવામાં આવે.