ભાજપના સાંસદ વરુણ ગાંધીએ ફરી એકવાર પોતાની જ પાર્ટી સામે અવાજ ઉઠાવ્યો છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જૂના વીડિયો દ્વારા તેમણે ખેડૂતોને ટેકો આપતી વખતે ભાજપને સલાહ આપી હતી. ગુરુવારે, તેમણે ટ્વિટર પર ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના 1980 ના ભાષણની એક ટૂંકી વીડિયો ક્લિપ પોસ્ટ કરી હતી જેમાં તેમણે તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી (Indira Gandhi) સરકારને ખેડૂતો પર અત્યાચાર કરવા સામે ચેતવણી આપી હતી અને તેમને તેમનો ટેકો આપવા કહ્યું હતું.
ગાંધીએ ટ્વિટ કર્યું હતું કે, “મોટા દિલવાળા નેતાના સમજદાર શબ્દો …” મોદી સરકાર દ્વારા લાદવામાં આવેલા ત્રણ કૃષિ કાયદાઓ સામે આંદોલન કરતા ખેડૂતો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરવામાં ભાજપના સાંસદો કાંઈ બોલી રહ્યા નથી. એવા સમયે વાજપેયીનું ભાષણ કેન્દ્ર સરકારને સંદેશ સ્વરુપે જોવામાં આવી રહ્યો છે. વીડિયો ક્લિપમાં વાજપેયી એક સભાને કહેતા સાંભળી શકાય છે કે ખેડૂતોને ડરાવી શકાય નહીં.