વરુણ ધવન એક સારો અભિનેતા છે અને એ તેને દિગ્દર્શન ક્ષેત્રમાં પણ હવે રસ પડવા લાગ્યો છે. અભિનેતાના પરિવારમાં આમ પણ બે દિગ્દર્શક છે એક તો તેના પિતા ડેવિડ ધવન જેમણે ઘણી સફળ ફિલ્મો આપી છે બીજો તેનો ભાઇ રોહિત ધવને જેણે બે ફિલ્મોનું દિગ્દર્શન કર્યું છે. વરુણને બે સ્ક્રિપ્ટ પસંદ પણ પડી છે.