આપણા વડવા પીવાલાયક પાણીની જાળવણી માટે તાંબાના વાસણમાં ભરતા. તે જ પરંપરાને આગળ ધપાવતા બેંગ્લોરની ટ્રાન્સડિસિપ્લનરી યુનિવર્સિટીએ પાણીના શુદ્ધિકરણ માટે ‘તામરસ’ના નામે સસ્તુ સાધન વિકસાવ્યું. જે ગામડામાં ઉપયોગી બનશે.આ સાધનની કિંમત 1,500 રુપિયા છે. તે 15 લીટરની ક્ષમતા ધરાવે છે. આમાં અંદાજે 10 કલાક સુધી શુદ્ધ રહેશે. પાયલટ પ્રોજેક્ટ તરીકે કર્ણાટકના ત્રણ વિસ્તારોમાં સાધનનું વિતરણ કરવામાં આવ્યું.