કેરળના વાયનાડમાં સાંસદ રાહુલ ગાંધીના કાર્યાલયમાં તોડફોડ થયાની ફરિયાદ યુવા કોંગ્રેસે કરી હતી. ડાબેરી પક્ષ સીપીએમની વિદ્યાર્થી પાંખ સ્ટૂડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાના કાર્યકરોએ તોડફોડ કર્યાનો આરોપ કોંગ્રેસે લગાવ્યો હતો.
વાયનાડમાં રાહુલ ગાંધીની ઓફિસમાં કેટલાક તોફાની તત્વોએ તોડફોડ કરી હોવાનો આરોપ યુવા કોંગ્રેસે લગાવ્યો હતો. દિવાલ પર ચડીને કાર્યાલયની કેટલીક ચીજવસ્તુઓ તોડી નાખી હોવાની પોલીસમાં ફરિયાદ થઈ હતી. પોલીસે પણ કાર્યાલયમાં તોડફોડ થયાના આરોપને સ્વીકારીને તપાસ ચાલતી હોવાનું જણાવ્યું હતું.