રાજ્યમાં ફરી એક વખત સરકારી ભરતીના પેપર ફૂટ્યાના આક્ષેપો થઈ રહ્યા છે. આજરોજ લેવાયેલી વન રક્ષકની પરીક્ષાનું પેપર વાયરલ થયું હોવાની આશંકા છે. પેપરલીક કૌભાંડના આરોપ પછી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ રાજ્ય સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આજે સોમવારે પ્રેસકોન્ફરન્સ (Press conference) કરીને પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે પેપર લીક થયું હોવાની વાતને નકારી કાઢી છે. અને કોંગ્રેસ (congress) પાસે પેપર લીકના પુરાવા હોય તો પુરાવા આપવાનું પણ કહ્યું હતું.