વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારાની ઘટના અટકી રહી નથી. આ ક્રમમાં મહારાષ્ટ્ર (Maharashtra)ના સોલાપુરમાં એક અજાણ્યા વ્યક્તિ દ્વારા વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો છે. મુંબઈથી સોલાપુર જતી વંદે ભારત ટ્રેન પર જેઉર રેલ્વે સ્ટેશન નજીક એક અજાણ્યા વ્યક્તિ દ્વારા પથ્થર ફેંકવામાં આવ્યો હતો. જેના કારણે C-11 કોચનો કાચ તૂટી ગયો હતો. હાલ આ ઘટનામાં કોઈને ઈજા થવાના સમાચાર નથી. રેલવે અને પ્રશાસન દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે, હિમાચલ પ્રદેશના ઉના જિલ્લામાં દિલ્હી-ઉના વંદે ભારત ટ્રેનના કોચ પર પથ્થરમારાની ઘટનાઓ બાદ ટ્રેનમાં સુરક્ષા દળના જવાનોને તૈનાત કરવામાં આવ્યા હતા.