દેશમાં પહેલીવાર, ફક્ત 20 દિવસમાં કોઈ ઓવરબ્રીજ પૂર્ણ કરવાનો રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. આ રેકોર્ડ ગુજરાતના વલસાડમાં (Gujarat, Valsad) બન્યો છે. ત્યાં રોડ ઓવરબ્રીજનું 75 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. આ સાથે, એવું કહેવામાં આવી રહ્યું છે કે, તે 22 જૂન સુધીમાં પૂર્ણ થઈ જશે. આ પ્રોજેક્ટની અંદાજીત કિંમત રૂ.4.5 કરોડ છે.
વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોરના (WDFC) ચીફ જનરલ મેનેજર શ્યામસિંહે આ અંગે માહિતી આપી છે. તેમનું કહેવું છે કે, “એક અઠવાડિયામાં આશરે 75 ટકા ઓવરબ્રીજનું કામ પૂર્ણ થઈ ગયું છે. આ ઓવરબ્રીજનું નિર્માણ 2જી જૂને શરૂ થયું હતું અને અમને વિશ્વાસ છે કે, અમે તેનું બાંધકામ 20 દિવસમાં પૂર્ણ કરીશું. સરકારે 20 દિવસ સુધી ટ્રાફિક બ્લોક કરવાની મંજૂરી આપી હતી.