વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજની મુલાકાતને લઈને બપોર સુધી વલસાડ-ધરમપુર સ્ટેટ હાઇવે બંધ કરવાનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ રસ્તા પરના ટ્રાફિકને અન્ય રસ્તાઓ પર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. વલસાડ ખાતે મોદી જાહેર સભાને સંબોધન કરશે. આ ઉપરાંત રાજ્યના 24 જિલ્લાઓના 1.15 લાખ લાભાર્થીઓને આવાસનું લોકાર્પણ કરશે. મોદી સભામંચ પરથી જ રિમોટથી લાભાર્થીઓને ગૃહ પ્રવેશ કરાવશે.