જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લાની ત્રિકુટા પહાડ પર સ્થિત માતા વૈષ્ણોદેવી ગુફા મંદિર માટે રોપવેનું પરીક્ષણ જલદી શરૂ થશે. માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ અનુસાર રોપવે પરિયોજના પૂરી થયા બાદ શ્રદ્ધાળુઓને ભૈરવ મંદિર સુધી પહોંચવામાં સરળતા રહેશે. 6600 ફૂટની ઊંચાઈ પર સ્થિત આ મંદિરની ઊભા ચઢાણને કારણે વૃદ્ધો અને દિવ્યાંગોને મુશ્કેલી પડે છે.વૈષ્ણોદેવી મંદિર વિશે મનાય છે કે દરેકની મનોકામના પૂરી કરે છે.