સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રસિદ્ધ તીર્થધામ વડતાલમાં ઓનલાઇન મહાપૂજા કરવામાં આવી હતી. વડતાલ મંદિરથી ભૂદેવ મંત્રોચ્ચાર કરતા હતા અને ભાવિકો ઘેર બેઠા લાઇવ પ્રસારણ નીહાળી-સાંભળીને પૂજા કરી રહ્યા હતા.
વર્ષોથી લાખો લોકો દર પૂનમે વડતાલ આવે છે. લોકડાઉનને કારણે ભક્તો વડતાલ આવી શકે તેમ ના હોવાથી મંદિર તરફથી ઓનલાઇન મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં અમદાવાદ,મુંબઇ, આ સુરત, વડોદરા, ભરૂચ જેવા શહેરોની સાથે ગામડાના લોકોએ પણ લાભ લીધો હતો. આટલુ જ નહી આફ્રિકા, અમેરિકા અને લંડન જેવા દેશના ભક્તોએ પણ મોટી સંખ્યામાં પૂજા કરી હતી. આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજે પૂર્ણાહુતિની આરતી કરીને પૂનમીયા ભક્તોને આશીર્વાદ આપીને કોરોના મુક્તિ માટે પ્રાર્થના કરી હતી અને આ સ્થિતિમાં લોકડાઉનનું ચુસ્ત પાલન કરવાની ભલામણ કરી હતી.