ખેડા જિલ્લાના નડિયાદમાં આવેલાં સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોચ્ચ તીર્થધામ વડતાલ મંદિર બોર્ડની યોજાનારી ચૂંટણીમાં કુલ 7 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે, ત્યારે 50 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર સમગ્ર બોર્ડ બિનહરીફ થયા છે. વડતાલ મંદિર બોર્ડની ચૂંટણીમાં સાતેય સભ્યો બિનહરીફ જાહેર થતાં હરિભક્તોમાં આનંદની લાગણી છવાઈ છે.