ગુજરાત રાજ્યમાં દેશની પ્રથમ રેલવે યુનિવર્સિટી બનાવાની જાહેરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા કરવામાં આવી છે. જેને અનુલક્ષીને વઘોડિયાના પીપળીયા ગામ પાસે 31 હેક્ટર જમીન બજાર કરતા અડધા ભાવે જમીન આપવામાં આવશે. આ રેલવે યુનિવર્સિટીથી આવનારા સમયમાં રાજ્યના લોકોને ફાયદો થશે.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે આ યુનિવર્સિટી બનાવથી લાંબા ગાળે રાજ્ય સરકારને ફાયદો થશે જેથી સરકારે ઓછા ભાવમાં યુનિવર્સિટી માટે જમીન આપી છે. નાયબ મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, એક કરોડ ઉપરની જમીનની કિંમત થતી હોવાથી કેબિનેટની મંજૂરી જરૂરી હતી. તે માટે કેબિનેટમાં મૂકવામાં આવ્યું અને બજાર કિંમતના 50% કિંમતે રેલવેને આ જમીન ફાળવવામાં આવશે.