રાજ્યમાં ચાતક નજરે વરસાદની રાહ નિહાળતી પ્રજાને મેઘરાજાએ આજે ખુશ કરી દીધા હતા. દક્ષિણ ગુજરાતથી માંડીને છેક કચ્છ સુધી સાર્વત્રિક વરસાદના પગલે લોકોમાં ખુશીની લહેર દોડી ગઈ છે. દુષ્કાળના ડાકલા વાગતા હતા ત્યાં ધોધમાર વરસાદે ચિંતા દૂર કરી દીધી છે. હવામાન ખાતાએ આગામી 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. વડોદરામાં બારે મેઘ ખાંગા થયા હોય તેમ 12 કલાકમાં 11 ઈંચ વરસાદથી સર્વત્ર પાણી પાણી થયું હતું. ભારે વરસાદના પગલે સંખ્યાબંધ ગામો સંપર્કવિહોણા બન્યા છે. કચ્છમાં તળાવમાં ડૂબી જતા બે અને ખાડામાં ડૂબી જતા એક મળી કુલ ૩ બાળકના મોત નિપજ્યા છે. ગાજવીજ સાથેના વરસાદના કારણે સેંકડો વૃક્ષોનો સોંથ નીકળી ગયો છે. વડોદરામાં ભારે વરસાદના લીધે અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે.