આજના મોર્ડન જમાનામાં સ્ત્રી-પુરૂષનો ભેદ ભૂંસાય ગયો છે. નારી સશક્ત અને પુરૂષ સમોવડી બની ગઇ છે. કિચનથી માંડીને કોર્પોરેટ દરેક જગ્યાએ મહીલાઓને પુરૂષ સમકક્ષ ગણવામાં આવે છે. ત્યારે આજની કેટલીક મોટા ખાનદાનની મોર્ડન યુવતિઓ માતા-પિતાની આઝાદીનો દુરઉપયોગ કરી મર્યાદાને ભૂલી જાય છે. ગ્લેમરસના જમાનામાં દેખાદેખી અને સેલિબ્રેશન નામે મહેફિલો માણે છે. ત્યારે ગઇકાલે રાત્રે સંસ્કારીનગરીમાંથી આવી જ કેટલીક મોટા ખાનદાનની યુવતિઓ મહેફિલ માણતી ઝડપાઇ હતી.
વડોદરામાં અખંડ ફાર્મ હાઉસ બાદ ફરી એકવાર હાઈ પ્રોફાઈલ દારૂની મહેફિલ પોલીસે ઝડપી પાડી છે. હાઈ પ્રોફાઈલ દારૂની મહેફિલમાં વડોદરાના 23 નબીરાઓ સામેલ હતા જેમની સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે.
વડોદરાના લક્ષ્મીપુરા પોલીસને બાતમી મળી હતી કે ન્યુ અલકાપુરીમાં આવેલા ગ્રીન વુડ્સ બંગલોઝમાં જન્મદિવસની પાર્ટીમાં કેટલાક યુવક યુવતીઓ દારૂની મહેફિલ માણી રહ્યા છે. જેથી પોલીસે મોડી રાત્રે ગ્રીન વુડ્સ બંગલોઝના મકાન નંબર 5માં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસને બંગલોઝમાંથી 23 યુવક યુવતીઓ દારૂની મહેફિલ માણતા રંગે હાથ મળી આવ્યા હતા. પોલીસે તમામ યુવક-યુવતીઓને અટકાયતમાં લીધા હતા. ગ્રીન વુડસ બંગલોઝમા રહેતા રાજ પંજાબીના જન્મદિવસની પાર્ટી નિમિત્તે નબીરાઓએ દારૂની મહેફિલ યોજી હતી.