ગુજરાતમાં છેલ્લા 6 મહિનામાં અનેક સ્થળો અને શાળાઓમાં બોમ્બની ધમકીઓ મળી ચૂકી છે, જોકે, તેમાં તપાસ કરવામાં આવતા કંઈ સામે આવ્યુ નહોતું. ખાસ કરીને વાત કરવામાં આવ તો અત્યારે વડોદરાની શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. વડોદરાની નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. અજાણ્યા એડ્રેસ પરથી મેઈલ આવ્યો છે, જેમાં શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.