વડોદરા શહેરમાં જાહેર માર્ગો પર આવેલા પેવર બ્લોક કાઢીને આરસીસી રોડ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સિમેન્ટના હજારો પેવર બ્લોક કાઢીને રસ્તે રઝળતા ફેંકી દેવામાં આવ્યા છે. અહીં આરસીસી રોડ બનાવવા માટે ખાનગી કોન્ટ્રાકટરને કામ સોંપવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળે છે. નાગરિકોની રજૂઆત છે કે પેવર કાઢીને કેમ આરસીસી રોડ બનાવાય છે.